Vishabd | નવરાત્રિમાં ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠશે! હવામાન ખાતાની નવી આગાહી નવરાત્રિમાં ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠશે! હવામાન ખાતાની નવી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
નવરાત્રિમાં ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠશે! હવામાન ખાતાની નવી આગાહી

નવરાત્રિમાં ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠશે! હવામાન ખાતાની નવી આગાહી

Team Vishabd by: Akash | 05:09 PM , 03 October, 2024
Whatsapp Group

રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી

આજે 3 ઓક્ટોબરવનાં રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

ક્યાં જિલ્લાઓમાં 5 થી 7 ઓકટોમબર સુધી આગાહી?

હવામાન ખાતાની આગાહી પ્રમાણે 5 થી 7 ઓકટોમબર સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જેવા ઘણા જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે.

નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગડી શકે કે નહીં?

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી છુટાછવાયા વરસાદ પડી શકે છે. આજે ગીર સોમનાથ, અમરેલીમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં સામાન્ય વરસાની શક્યતા છે. તો બીજી બાજુ હવામાન ખાતા દ્વારા ઓક્ટોબર મહિનામાં સામાન્યથી કે સામાન્યથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં નવરાત્રીનો તહેવારની ઉજવણી હર્ષો ઉલ્લાસથી કરવામાં આવે છે અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ પડશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે.

ખેલૈયાઓ છત્રી-રેઈનકોટ તૈયાર રાખજો!

નવરાત્રીમાં ગરબા રમવાને લઈને ખેલૈયાઓમાં એક અલગ જ પ્રકારનો જોશ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે! હવામાન ખાતા દ્વારા કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેલૈયાઓએ છત્રી-રેઈનકોટની તૈયારી સાથે જ ગરબા રમવા જવું પડશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ