હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આજે વરસાદને લઇ કરી મોટી આગાહી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે 17 થી 24 તારીખ સુધી રાજ્યમાં માવઠા પડી શકે છે. જેમાં 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની સંભાવના છે. 18 ઓક્ટોબર થી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બનવાની શક્યતા છે.જેના કારણે અણધાર્યો વરસાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં થશે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. જેમાં 22 થી 24 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે અને ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે બરફ પડશે. બરફ પડવાના કારણે ઠંડીમાં વધારો થશે.
આ પણ વાંચો : ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાઈ? જાણો 5 દિવસ રાજયમાં કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના રહેલી છે. જેમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ આવવાની સંભાવના છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 29-30 ઓક્ટોબર ના સમયે પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તહેવારોમાં એટલે કે 1 થી 7 નવેમ્બર ના રોજ વાતાવરણ વાદળછાયું રહેશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવવાની સંભાવનાઓ છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનતા વરસાદની શક્યતા રહેલી છે.