Vishabd | ગુજરાતમાં "કડકડતી ઠંડી" માટે તૈયાર રહેજો!, હવામાન વિભાગે કરી કડકડતી આગાહી ગુજરાતમાં "કડકડતી ઠંડી" માટે તૈયાર રહેજો!, હવામાન વિભાગે કરી કડકડતી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતમાં "કડકડતી ઠંડી" માટે તૈયાર રહેજો!, હવામાન વિભાગે કરી કડકડતી આગાહી

ગુજરાતમાં "કડકડતી ઠંડી" માટે તૈયાર રહેજો!, હવામાન વિભાગે કરી કડકડતી આગાહી

Team Vishabd by: Akash | 06:20 PM , 21 November, 2024
Whatsapp Group

Bitterly cold : હવામાન ખાતાએ રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે, હવામાન ખાતાની આગાહી અનુસાર વાત કરવામાં આવે તો મોટાભાગના જિલ્લામાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટ્યું છે, તો નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, અમદાવાદમાં 24 કલાકમાં 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટ્યું છે,ગાંધીનગરમાં 17.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં ઠંડીનો ચમકારો અનુભવાશે અને ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા રહેશે.

આ પણ વાંચો : આજથી ઠંડીનું જોર વધશે! જાણો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી

પહાડી વિસ્તારમાં રહેશે ઠંડી! - Bitterly cold

દેશમાં શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. ગુલાબી ઠંડીનો સમયગાળો પણ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનો આવશે ત્યાં સુધીમાં ગાઢ ધુમ્મસની સાથે હાડ થીજાવતી ઠંડી પડશે. તે જ સમયગાળા દરમિયાન, કેટલાક રાજ્યોમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે. 23 નવેમ્બરથી જમ્મુ-કાશ્મીરના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પહાડી રાજ્યોમાં બર્ફીલા પવનો ફૂંકાઈ શકે છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. ભારતીય હવામાન ખાતાએ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું એલર્ટ આપ્યું છે, તો દક્ષિણ ભારતમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : ખાડીમાં ઊભું થયું તોફાન! આ તારીખમાં પ્રચંડ રૂપ ધારણ કરશે, IMDની જોરદાર આગાહી

પશ્ચિમી વિક્ષોભ મજબૂત નથી! - Bitterly cold

આજે વધુ એક પશ્ચિમી વિક્ષોભ ઉત્તરના પહાડી વિસ્તાર પર ત્રાટકશે. આ વખતે હજી સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવ્યું નથી. આવી સ્થિતિમાં, તાપમાન તેના સ્તર પર રહે છે, જે ઠંડીને આગમન થતાં અટકાવે છે. અગાઉના વર્ષોમાં 15 નવેમ્બર પહેલા પશ્ચિમી વિક્ષોભ 2-3 વખત આવતો હતો અને તાપમાનમાં સતત ઘટાડો થતો હતો. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા ઓછા દબાણને કારણે આંધ્રપ્રદેશથી તેલંગાણા તરફ ભેજનો પ્રવાહ ચાલુ છે. તેની અસર છત્તીસગઢ અને ઓડિશામાં પણ જોવા મળી શકે છે. 

આ પણ વાંચો : ઠંડીનો પવન ક્યારે ફૂંકાશે? હવામાન ખાતાની સૂકી આગાહી, ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી!

અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો!

રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. અને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, એકંદરે તાપમાનમાં ઠંડક ફેલાતા લોકોને ગરમીમાંથી નજીવી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો વર્તાવવા લાગ્યો છે. 

હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ નહીં!

હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 23 નવેમ્બર પછી ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે અને હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે તો માર્ચ મહીના સુધી હવામાનમાં ફેરફાર આવ્યા કરશે તો માર્ચ-એપ્રિલ સુધી માવઠા આવી શકે તેવી પણ શકયતાઓ દેખાઈ રહી છે. ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી તો હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બરે ડિપ ડિપ્રેશન બનશે અને તેના કારણે ચક્રવાત આવવાની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ