Extreme cold forecast : ગુજરાતમાં ઠંડીએ દસ્તક આપી દીધી છે. રાજ્યમાં સવારે અને રાત્રીના સમયે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન ખાતું અને હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ રાજ્યમાં શિયાળા અંગેની આગાહી કરી છે. તો જાણીએ કે, ગુજરાતમાં આગામી 7 દિવસ ઠંડીનું જોર કેવું રહેશે?
હવામાન ખાતાએ આપેલી આગાહી અનુસાર આજે 21 નવેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણમાં આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાવાની સંભાવના હોવાથી 23 નવેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ખાડીમાં ઊભું થયું તોફાન! આ તારીખમાં પ્રચંડ રૂપ ધારણ કરશે, IMDની જોરદાર આગાહી
આ સાથે તેમણે જણાવ્યું છે કે, હિંદ મહાસાગરના નીચલા ભાગમાં ચક્રવાતનું પરિભ્રમણ શરૂ હોવાથી તેની અસર દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં વર્તાઈ રહી છે. જેથી દક્ષિણ ભારતમાં વીજળી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઠંડીનો પવન ક્યારે ફૂંકાશે? હવામાન ખાતાની સૂકી આગાહી, ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી!
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના, ડાયરેક્ટર એ. કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 4 થી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે પરંતુ 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે, 25 નવેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી કોઇ સંભાવના નથી. 21મી તારીખ એટલે કે, આજથી દિવસનું તાપમાન નીચું આવે તેવી સંભાવના છે પરંતુ કોલ્ડવેવની શક્યતા નથી.
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, 25 થી 30 નવેમ્બર સુધીમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પવન અંગેની આગાહી આપતા તેમણે જણાવ્યું છે કે, આપણા માટે ઉત્તર પૂર્વના પવનો મહત્ત્વના હોય છે અને હાલ એ જ પ્રકારના પવનો ફૂંકાઈ રહ્યા છે. જોકે, સૂકા ભૂર પવનો માટે આપણે 10 દિવસ જેવી રાહ જોવી પડી શકે છે. પવનની સ્પીડમાં આજથી સામાન્ય વધારો થશે. હાલ ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ ગયા છે.