Vishabd | ખેલૈયાઓ થઈ જાવ સાવધાન, આજે અમદાવાદ, વડોદરા સહિત 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી ખેલૈયાઓ થઈ જાવ સાવધાન, આજે અમદાવાદ, વડોદરા સહિત 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ખેલૈયાઓ થઈ જાવ સાવધાન, આજે અમદાવાદ, વડોદરા સહિત 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ખેલૈયાઓ થઈ જાવ સાવધાન, આજે અમદાવાદ, વડોદરા સહિત 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 09:41 AM , 11 October, 2024
Whatsapp Group

હવામાન ખાતાની વરસાદ અંગેની આગાહી

હવામાન ખાતાની આગાહી મુજબ, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના ઘણા બધા જિલ્લાઓમાં આજે પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં ગુરૂવારથી વાતાવરણમાં પલટાની સાથે અનેક ભાગોમાં હળવો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : નવરાત્રી ની મજા બગાડશે વરસાદ, જાણો આજથી લઈને 16 ઓક્ટોબર સુધીની હવામાન વિભાગની આગાહી

આજે સવારથી જ શહેરના વાતાવરણમાં ફેરફાર થયો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે આજે સવારે આણંદમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ, સાત દિવસ રાજ્યના અનેક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં જીલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે?

હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, આજે શુક્રવારે અને શનિવારે એટલે કે નોમ અને દશેરાના દિવસે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે શુક્રવાર અને શનિવારે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંતના કોઈ પણ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી નથી.

આ પણ વાંચો : ખેલૈયાઓ માટે વરસાદ બનશે વિઘ્ન! હવામાન વિભાગે આગામી 4 દિવસની કરી મોટી આગાહી

13 તારીખે ક્યાં જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસશે?

13 મી તારીખે રવિવારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 તારીખે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી

સોમવારે 14 મી તારીખે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ તથા વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી  કરવામાં આવી છે.

હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ, મંગળવારે 15મી તારીખે અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 તારીખની આગાહી મુજબ વરસાદની તીવ્રતા ઘટશે!

16 મી તારીખે અને બુધવારે વરસાદની તીવ્રતા ઓછી થવાની આગાહી કરવામાં આવી છે. બુધવારે નવસારી, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ