Vishabd | નવરાત્રી ની મજા બગાડશે વરસાદ, જાણો આજથી લઈને 16 ઓક્ટોબર સુધીની હવામાન વિભાગની આગાહી નવરાત્રી ની મજા બગાડશે વરસાદ, જાણો આજથી લઈને 16 ઓક્ટોબર સુધીની હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
નવરાત્રી ની મજા બગાડશે વરસાદ, જાણો આજથી લઈને 16 ઓક્ટોબર સુધીની હવામાન વિભાગની આગાહી

નવરાત્રી ની મજા બગાડશે વરસાદ, જાણો આજથી લઈને 16 ઓક્ટોબર સુધીની હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Majaal | 08:30 AM , 11 October, 2024
Whatsapp Group

આજે સવારથી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે આજે સવારે આણંદમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાત દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે શુક્રવારે અને શનિવારે એટલે કે નોમ અને દશેરાના દિવસે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી નથી.

13મી તારીખે રવિવારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સોમવારે 14મી તારીખે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ તથા વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે આણંદ, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, મંગળવારે ૧૫મી તારીખે અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

16મી તારીખે અને બુધવારે વરસાદની તીવ્રતા ઓછી થવાની આગાહી છે. બુધવારે નવસારી, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Whatsapp Group
સબંધિત પોસ્ટ