Ambalal Big Prediction : રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. સૌરાષ્ટ્રમાં 2 દિવસ કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 8 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગાત્રો થીજાવતી ઠંડીથી શહેરીજનો ઠૂઠવાયા હતા. આજે રાજકોટમાં ઠંડીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 7.8 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
હજી 5 દિવસ સુધી નલિયાનું તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. બીજી તરફ રાજકોટમાં 9.1 ડિગ્રી સેલ્સિયસ સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે હજી આગામી 48 કલાક રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત રહેશે. રાજસ્થાનના વિસ્તારોમાં ઠંડી પડવાની સંભાવનાને લઈને રાજ્યમાં પણ તેની અસર થશે. એટલુ જ નહીં, પતંગના રસિયાઓ માટે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. ઉત્તરાયણમાં રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ વરસવાની પણ સંભાવના વ્યક્ત કરી છે. 17 ડિસેમ્બર પછી રાજ્યના લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી સેલ્સિયસ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 18 ડિગ્રી સેલ્સિયસ અને દક્ષિણ ગુજરાતમાં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાચો : હાડ થીજવતી ઠંડી સાથે પડશે વરસાદ!, પરેશ ગોસ્વામીની તારીખો સાથેની ભારે આગાહી
આજે પણ રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન 9 થી 10 ડિગ્રીની આસપાસ જવાની સંભાવનાઓ છે. 5 થી 10Km પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાવવાને કારણે ઠંડી વધી શકે છે. આ સિવાય દાહોદ, ડીસા, નર્મદા, ભુજ, પોરબંદર, અમરેલીમાં પણ 13 ડિગ્રી સેલ્સિયસથી નીચે પારો રહ્યો હતો. હવામાન ખાતાએ હજી 2 દિવસ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરી છે.
ગુજરાત નજીકના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાતા ચારેય તરફ બરફની ચાદર છવાઈ છે. માઈનસ 3 ડિગ્રી તાપમાનમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ પર બરફની ચાદર છવાઈ છે. પ્રવાસીઓમાં કડકડતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. પ્રવાસીઓ પણ કાતિલ ઠંડીમાં ઠુંઠવાતા તાપણા કરીને ઠંડીથી રાહત મેળવી રહ્યા છે.
આ પણ વાચો : વરસાદ સાથે તીવ્ર ઠંડી પડશે!, પરેશ ગોસ્વામીએ કરી જોરદાર આગાહી, જાણો ક્યાં રહેશે કેવું તાપમાન!
ઉત્તર ભારતમાં પહાડો પર જેમ-જેમ બરફવર્ષા વધી રહી છે. તેમ-તેમ મેદાની વિસ્તારોમાં ઠંડીથી હાલ બેહાલ થઈ રહ્યા છે. હવામાન ખાતા મુજબ દિલ્લી, યુપીથી લઈને પંજાબ હરિયાણા, રાજસ્થાન, બિહાર ઝારખંડમાં હજી પણ કાતિલ ઠંડી પડશે. તો ઠંડી અને ધુમ્મસને કારણે અત્યારથી જ લોકોની મુશ્કેલી વધવા લાગી છે. રાજધાની દિલ્લામાં કાતિલ ઠંડીની સાથે ભારે પવન ફૂંકાી રહ્યા છે. વહેલી સવાર દિલ્લી NCR સહિત અનેક વિસ્તારોમાં ઠંડીની સાથે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દિલ્લીમાં 28 વર્ષ પછી ડિસેમ્બરની શરૂઆતમાં જ આટલી ઠંડી પડી રહી છે. બુધવારે દિલ્હીનો પારો 4.9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો જે સામાન્યથી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. હજી આગામી 2 દિવસ પણ શીતલહેરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ, ચંડીગઢમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન ખાતા મુજબ 15 ડિસેમ્બર સુધી પંજાબ ચંડીગઢમાં તાપમાનમાં ઘટાડો યથાવત રહેશે. મધ્યપ્રદેશમાં પણ 3 દિવસથી જબરદસ્ત ઠંડી પડી રહી છે. ભોપાલ, ઈન્દોર સહિત 21 જિલ્લામાં તાપમાનનો પારો ખતરનાક રીતે ઘટી રહ્યો છે.