Deadly cold : દેશના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.ભારતીય હવામાન ખાતાએ આ અંગે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે 26 નવેમ્બરે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે 45-55Km પ્રતિ કલાકની ઝડપથી વધીને પવનની ગતિ 65Km પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, અને ૫શ્ચિમ મધ્ય બંગાળની ખાડીથી જોડાયેલા તમિલનાડું, પોંડીચેરી અને દ. આધ્રપ્રદેશના દરિયાઈ કાંઠા પર 26 નવેમ્બરે પવનની ગતિ 59 થી 90Km પ્રતિકલાકથી વધીને 70Km પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 27 અને 28 નવેમ્બરે આ ક્ષેત્રમાં પવનની સ્પીડ 75Km પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણા વિસ્તારોમાં આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. વાવાઝોડાની અસરના કારણે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, બિહાર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઠંડી પડી શકે છે. આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા ૩ થી 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. દેશના 14 રાજયોમાં માવઠાની શક્યતા છે. કાતિલ ઠંડીની પણ આગાહી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ, ઉત્તર પ્રદેશમાં છવાશે ધુમ્મસ. બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાશે. નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુરથી લઇ હિમાચલ પ્રદેશમાં પડશે વરસાદ. દિલ્હી, રાજસ્થાન, બિહારમાં ઠંડીનો પારો ગગડશે.
આ પણ વાંચો : એક વધુ વાવાઝોડાનો ખતરો!, દેશના 8 રાજ્યોમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું પારો ગગડશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે. તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની સંભાવના છે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે.
આ પણ વાંચો : આ તારીખ પછી ગુજરાતમાં થશે 8 ડિગ્રી તાપમાન!, અંબાલાલ પટેલની ધ્રૂજાવી નાંખે તેવી આગાહી
હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું છે કે, દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે. 25 થી 30 નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળે તેવી શક્યતા છે. પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે. સૂકા ભૂરના પવન માટે હજી 10 દિવસ રાહ જોવી પડશે. પવનની ગતિ સામાન્ય હતી તેમા સામાન્ય વધારો જોવા મળશે. દિવસ દરમિયાન ગરમી-ઉકળાટથી રાહત મળશે. દિવસમાં ઠંડી જોઇએ તેવો અહેસાસ નહીં. ઝાકળ વર્ષા કે ધુમ્મસની હાલ કોઈ શક્યતા નથી. તાપમાન ઘટશે અને પવનની ઝડપ થોડી વધશે તેવી શક્યતા નથી.