Ambalal Patels prediction : રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બર મહિનો પણ પુરો થવા આવ્યો. તેમ છતા પણ વારંવાર તાપમાનમાં વધારો-ઘટાડો થઈ રહ્યો છે. જોકે, વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીની શરુઆત થઈ ચૂકી છે. હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. તો આજે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી કેવી રહેશે અને રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગેની જોરદાર આગાહી કરી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં "કડકડતી ઠંડી" માટે તૈયાર રહેજો!, હવામાન વિભાગે કરી કડકડતી આગાહી
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, ભુમધ્ય સમુદ્રમાંથી બરાબરનો વહન ન ઉછળે તો ભારતમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા નથી. મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ ન આવે તો ઠંડી વધુ પડે નહી. પરંતુ આ વખતે શિયાળામાં એશિયાના ભાગોમાં હમણા જ ભારે ઠંડી પડવાની સંભાવના રહેતા એશિયા ખંડના ઠંડા પવનો ભારત પર અસર કરશે અને ઠંડી લાવશે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, વેસ્ટન ડિસ્ટર્બન્સની સીધી અસર પ્રાચિન વર્ષા વિજ્ઞાન પ્રમાણે જોતા મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવે તો શિયાળામાં ઠંડી સારી પડે અને પોષ મહિનામાં હિમ પડે. માગશર મહિનામાં વાદળો જણાય, મહા મહિનામાં વાદળો રહે, ચૈત્ર ચોખ્ખો રહે અને તો વરસા મેઘના વાદળો બંધાય અને ચોમાસામાં સારો વરસાદ આવે. ઘણી વખત બંગાળના ઉપસાગરના ભેજમાંથી પણ વાદળો બંધાતા હોય છે. સામાન્ય રીતે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા થતા હોય છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અને વીજળીના કડાકા થવાની શક્યતા!, હવામાન વિભાગની જોરદાર આગાહી
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, 27 થી 30 નવેમ્બરના રોજ ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની સંભાવના છે અને કદાચ વાવાઝોડું પણ બની શકે. જેના ભેજના કારણે મધ્યપ્રદેશ સુધી વાદળો આવી શકે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યુ છે કે, ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે. 28 થી 29 નવેમ્બર અને ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની સંભાવના રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. ઉતર ગુજરાતમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહેતા ઠંડી રહી શકે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના રહેશે. રાજ્યના ઘણા ભાગોમાં 28 નવેમ્બરથી ડિસેમ્બરની શરુઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય.
વેસ્ટન ડિસ્ટર્બન્સ નબળા આવે અને ઉનાળામાં ગરમી પડે તો હિમાલયમાંથી નિકળતી નદી પર અસર થઈ શકે. આ વખતે ગ્લોબલ વોર્મિગના થવાના બદલે કોલ્ડ કન્ડીશન થવાની સંભાવના રહેશે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાય પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બર પછી આવી શકે. 27 ડિસેમ્બર પછી ગુજરાતના ભાગોમાં 8 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની સંભાવના રહેશે. અત્યારે ભલે નબળા વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા હોય. પરંતુ ડિસેમ્બરના મધ્ય પછી સારા વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા હિમાલયમાં ભાગોમા હિમવર્ષા થશે.