Another storm threat : દેશમાં ફરી એકવખત ચક્રવાતી તોફાન ફેંગલની અસર જોવા મળી શકે છે. જેના કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થશે!, ઉપરાંત તેજ પવનને કારણે ઘણા વિસ્તારોમાં તબાહી મચી શકે છે. દેશમાં ફરી એકવખત હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. મેદાની વિસ્તારોમાં ધુમ્મસ સાથે ગાઢ ઠંડી પડી રહી છે, જ્યારે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો : આ તારીખ પછી ગુજરાતમાં થશે 8 ડિગ્રી તાપમાન!, અંબાલાલ પટેલની ધ્રૂજાવી નાંખે તેવી આગાહી
બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ અંગે ભારતીય હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ચાલો જાણીએ કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ક્યાં-કયાં જોવા મળશે?
બંગાળની ખાડીના દક્ષિણ ભાગને અડીને આવેલા પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગરના મધ્ય ભાગો પર દબાણ સર્જાયું છે, જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને આગામી 24 કલાકમાં ડીપ પ્રેશરમાં પરિવર્તિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પછી તે આગામી 2 દિવસમાં તમિલનાડુ-શ્રીલંકાના દરિયાકાંઠા તરફ આગળ વધશે. લોવર ટ્રોપોસ્ફેયર સ્તરે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ પર સાઇક્લોનિક સર્કુલેશન બનેલું છે. 29 નવેમ્બરથી પશ્ચિમ હિમાલયી ક્ષેત્રને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ અને વીજળીના કડાકા થવાની શક્યતા!, હવામાન વિભાગની જોરદાર આગાહી
તોફાન ફેંગલ બંગાળની ખાડીમાં દસ્તક દઇ ચુક્યુ છે, જેના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં 26 થી 28 નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જો આંધ્રપ્રદેશની વાત કરીએ તો 26 થી 29 નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે. કેરળમાં 26 થી 28 નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં 28 અને 29 નવેમ્બરે વરસાદની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની સાથે-સાથે જોરદાર પવન પણ ફૂંકાશે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થઈ શકે છે. 26 નવેમ્બરે શ્રીલંકાના દરિયાકાંઠે, તમિલનાડુ-પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 50-60 Km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તે 70 Km પ્રતિ કલાક સુધી વધી શકે છે. આ જ ક્ષેત્રમાં 27 થી 29 નવેમ્બર દરમિયાના પવનની ઝડપ 55-65 Km પ્રતિ કલાકથી વધીને 75 Km પ્રતિ કલાક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.