Vishabd | ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું!, અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું!, અંબાલાલ પટેલની નવી આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું!, અંબાલાલ પટેલની નવી આગાહી

ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ કરવા આવી રહ્યું છે મોટું માવઠું!, અંબાલાલ પટેલની નવી આગાહી

Team Vishabd by: Akash | 03:41 PM , 14 December, 2024
Whatsapp Group

ambalal new Prediction : ગુજરાતનું હવામાન ફરી બગડવાનું છે. ગુજરાતના હવામાનમાં મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. જેની અસર જગતના તાત ખેડૂતો પર થશે. હવામાનના આ અપડેટથી રાજ્યના બધા ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે. રાજ્યના ખેડૂતોને અસર કરતી મોટી ખબર આવી છે. ખેડૂતોનો પાક બરબાદ કરવા મોટું માવઠું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તેના પર એક નજર કરીએ.

આ પણ વાચો : પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી!, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!

વાદળો આવશે, વરસાદ લાવશે! - ambalal new Prediction

હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તેની અસરના ભાગરૂપે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે, સવારના સમયે ઠંડી યથાવત રહેશે.

ક્યાં કેટલુ તાપમાન રહેશે? - ambalal new Prediction

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ દિવસોમાં તાપમાન વિશે તેમણે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલના વિસ્તારોમા 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી શકે છે. જૂનાગઢના વિસ્તારોમાં 14 ડિગ્રી સેલ્સિયસ તો રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે પારો જશે. જામનગર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. આમ, રાજ્યભરમાં મહત્તમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

આ પણ વાચો : હાડ થીજવતી ઠંડી સાથે પડશે વરસાદ!, પરેશ ગોસ્વામીની તારીખો સાથેની ભારે આગાહી

ડિસેમ્બર જ નહિ, જાન્યુઆરીમાં પણ માવઠું આવશે!

ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું પડવાની શક્યતા છે. 4 જાન્યુઆરી પછી ઠંડીમાં વધારો થઈ શકે છે. મકરસંક્રાંતિ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડીમાં વધારો થશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી મહિનો ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડવાની સંભાવના છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ