Vishabd | ઠંડીનું કોઈ ઠેકાણું નથી! આગામી સાત દિવસ માટે હવામાન ખાતાની ભારે આગાહી!, ખેડૂતો ચિંતામાં ઠંડીનું કોઈ ઠેકાણું નથી! આગામી સાત દિવસ માટે હવામાન ખાતાની ભારે આગાહી!, ખેડૂતો ચિંતામાં - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ઠંડીનું કોઈ ઠેકાણું નથી! આગામી સાત દિવસ માટે હવામાન ખાતાની ભારે આગાહી!, ખેડૂતો ચિંતામાં

ઠંડીનું કોઈ ઠેકાણું નથી! આગામી સાત દિવસ માટે હવામાન ખાતાની ભારે આગાહી!, ખેડૂતો ચિંતામાં

Team Vishabd by: Akash | 06:12 PM , 05 December, 2024
Whatsapp Group

weather department forecast : રાજ્યમાં ઠંડીનો ચમકારો ધીમો જોવા મળી રહ્યો છે, જેના પગલે ક્યાંક-ક્યાંક તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન ખાતાની આગાહી સામે આવી છે. જે મુજબ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. 

આ પણ વાંચો : કાતિલ ઠંડીનો ચમકારો!, ગુજરાતમાં થયું હળવું માવઠું?, જાણો હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી

ઠંડીને લઈને હવામાન ખાતાની આગાહી - weather department forecast

રાજ્યના હવામાન ખાતાના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવાની સંભાવના છે તેમજ ગુજરાતમાં અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે.

સૌથી ઠંડું શહેર નલિયા બન્યું છે જ્યાં 11.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું છે. અત્રે જણાવીએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે વાતાવરણમાં મોટો પલટો આવી શકે.

આ પણ વાંચો : ડિસેમ્બર મહિનાની ઠંડીને લઈને ભયાનક મોટી આગાહી, હવામાન ખાતાનું મોટું એલર્ટ

અંબાલાલ પટેલે શું આગાહી કરી છે ? - weather department forecast

જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ રાજ્યના હવામાનને લઈ આગાહી કરતા કહ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ તો, ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની સંભાવના છે.

વલસાડમાં છવાયો વરસાદી માહોલ..!

વલસાડ જિલ્લામાં શિયાળાની કાતિલ ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં ફેરફાર આવ્યો છે. ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદનુ આગમન થયું છે. આવધા, રાજપુરી, ગોરખડા અને મોહપાડા સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. નોંધનીય છે કે, હવામાન ખાતાએ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ તરફ આજે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ