Winter alert : ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેય તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ડિસેમ્બર મહિનાના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બર મહિનાના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી સામે આવી છે. હવામાન ખાતાએ ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.
આ પણ વાંચો : હવામાન ખાતાની નવી આગાહી, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી!
ભારતીય હવામાન ખાતાએ નવી આગાહીમાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી સંભાવના છે, ઓછા શીત લહેર દિવસો : ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતીઓ સ્વેટરની સાથે હવે રેઈનકોટ પણ તૈયાર રાખજો!, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 10% ઓછું હોય અને 15 ડિગ્રીથી નીચે હોય ત્યારે શીત લહેર જાહેર કરવામાં આવે છે. જો આ સ્થિતિ સતત 3 દિવસ સુધી ચાલુ રહે તો તેને કોલ્ડવેવની ઘટના ગણવામાં આવે છે. સામાન્ય રીતે, ડિસેમ્બર અને ફેબ્રુઆરીની વચ્ચે ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં 5-6 શીત લહેર દિવસો જોવા મળે છે. પરંતુ આ વર્ષે, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સંખ્યા ઘટીને 2-4 થઈ શકે છે.
ડિસેમ્બર મહિનામાં બે-બે વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. જેની અસર ઠંડી પર જોવા મળવાની છે. તેને કારણે આ ડિસેમ્બર અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે શિયાળો હળવો રહેશે અને શીત લહેરના દિવસોની સંખ્યા પણ સામાન્ય કરતાં ઓછી રહેશે. જોકે, વાતાવરણ આગામી સમયમાં કેવા બદલવો આવે છે તે તો આગામી સમયમાં જોવા મળશે.