Vishabd | આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવ, બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવ, બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવ, બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ

આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવ, બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ

Team Vishabd by: Vishabd | 07:10 AM , 05 July, 2026
Whatsapp Group

આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવ, બંદરો પર લાગ્યા 3 નંબરના સિગ્નલ 

Monsoon 2026: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. 4 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના ખાંભામાં 7 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ, ચીખલી અને રાજુલામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 5 જુલાઈના રોજ ગુજરાતના દક્ષિણ ભાગો અને સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને કારણે 'રેડ એલર્ટ' (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે.

મહુવામાં ભારે વરસાદ: ભાવનગરના મહુવામાં માત્ર બે કલાકમાં જ ૩ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

વરસાદના મુખ્ય અપડેટ્સ અને એલર્ટ 

આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અને પોરંબદર, બોટાદ, આણંદ પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

6 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.

ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા.

યલો એલર્ટ: જૂનાગઢ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ.

7 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: નવસારી, વલસાડ.

ઓરેન્જ એલર્ટ: સુરત, તાપી, ડાંગ.

યલો એલર્ટ: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા.

8-9 જુલાઈએ 7 જિલ્લામાં યલો એલર્ટ

જ્યારે 8 અને 9 જુલાઈએ નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

ગુજરાતના દરિયાકાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પગલે હવામાન વિભાગે(IMD) આગામી પાંચ દિવસ એટલે કે 8 જુલાઈ 2026 સુધી 'ફિશરમેન વોર્નિંગ' એટલે કે માછીમારો માટેની ખાસ ચેતવણી આપી છે.

ઊંચા મોજાની આગાહી

ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ(INCOIS) દ્વારા પણ 'હાઇ વેવ એલર્ટ' એટલે કે ઊંચા મોજાંની ખાસ ચેતવણી જાહેર કરાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી લઈને 3.5 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી છે. કચ્છના દરિયામાં પણ 3.0 થી 3.1 મીટર ઊંચા મોજાં ઉછળશે.

બંદરો પર સિગ્નલ

પરિસ્થિતિને જોતાં તમામ બંદરો પર 'લોકલ કોશનરી સિગ્નલ નંબર 3' (LC-III) લગાવી દેવામાં આવ્યું છે.


Whatsapp Group
સબંધિત પોસ્ટ