ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને ત્રીજા અઠવાડિયે ચોમાસું જામ્યું છે. રવિવારે(30 જૂન) 211 તાલુકામાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં સૌથી વધુ 6 ઈંચ, બારડોલી, કામરેજમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો. હવામાન વિભાગ દ્વારા આજે (પહેલી જુલાઈ) 25 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત માટે આગામી મહિનો એટલેકે, જુલાઈ માસ ભારે રહેશે. ઉનાળો જાય અને ચોમાસું આવે એવી રાહ જોતા લોકો માટે હવે સ્થિતિ વધુ વિકટ બની શકે છે. કારણકે, ભારે વરસાદ વિનાશ નોંતરી શકે છે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છેકે, જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
હવામાન વિભાગ પણ પોતાનું અનુમાન લગાવી રહ્યું છે. આવતીકાલથી ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે. કારણકે, આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય. આ વખતનો વરસાદ વિનાશ નોંતરીને જ જશે. જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ જોતા કંઈક આવું જ અનુમાન હાલ સામે આવી રહ્યું છે. ગુજરાત માટે આ અનુમાન સારી બાબત નથી. એટલે હાલ સ્થિતિ એવી છેકે, જે થવાનું છે એ કહેવું કહે નહીં નિષ્ણાતો પણ એવી જ અવઢવમાં છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાત પર આ વખતે વરસાદ વિધ્ન બનીને ત્રાટકી શકે છે. ખાસ કરીને આગામી બે દિવસ તો ગુજરાત પર એક અલગ સંકટ તોળાઈ રહ્યું છે. આગામી બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં મધ્યમ થી ભારે વરસાદી ઝાપટાની આગાહી તેમણે કરી છે.
બીજી તારીખે નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્રીજી તારીખે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.