Vishabd | રાજ્યમાં વે વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં કેટલી અસર? જાણો આજની હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વે વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં કેટલી અસર? જાણો આજની હવામાન વિભાગની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
રાજ્યમાં વે વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં કેટલી અસર? જાણો આજની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં વે વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં કેટલી અસર? જાણો આજની હવામાન વિભાગની આગાહી

Team Vishabd by: Majaal | 12:47 PM , 29 June, 2024
Whatsapp Group

રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે રાજ્યમાં ભારે વરસાદ, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની સ્થિતિ અંગે માહિતી આપી છે. તેમણે જૂનની છેલ્લી તારીખો અને જુલાઇ તથા ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ થશે, તે અંગે પણ જણાવ્યું છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સિસ્ટમ સક્રિય થશે. ઉપરાંત લો પ્રેશર પણ છે. બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર છે. ઓરિસામાં એક સિસ્ટમ સક્રિય થઇ રહી છે. આ બે સિસ્ટમ સક્રિય થતાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ભેગા થતાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.

30 જૂનથી 1 જુલાઇ સુધી વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

5થી 12 જુલાઇમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે.

જુલાઇ અને ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની સંભાવના રહેશે. તાપ નદીનું જળસ્તર પણ વધશે. કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે

Whatsapp Group
સબંધિત પોસ્ટ