છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બોટાદના રાણપુરમાં એક ઈંચ વરસ્યો હતો. જોકે રાજ્યમાં બે દિવસ પછી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સોમવારથી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા રહેશે. વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસને બાદ કરતા અત્યાર સુધીમાં જૂન મહિનાના તમામ દિવસોમાં 40 થી 41 ડિગ્રી ગરમી રહી છે. વાદળછાયા વાતાવરણના કારણે હાલ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચી ગયા પછી ત્યાં જ સ્થિર થયું છે.
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ ચોમાસું કેમ કરીને દક્ષિણ ગુજરાતથી આગળ વધતુ જ નથી. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, ત્યારે એક આનંદના સમાચાર આવ્યા છે. હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે ભવિષ્યવાણી કરી કે, 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી 23 મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે.
22 જૂનની વરસાદની આગાહી
અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી
23 જૂન બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી
24, 25 અને 26 જુને સમગ્ર રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી
વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે.
17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેસન સિસ્ટમ સક્રિય હોવાથી આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ચોમાસું હજુ નવસારીમાં જ સ્થિત છે. તે આગામી સમયમાં આગળ વધશે. હાલ ગુજરાતમાં જે વરસાદ થઇ રહ્યો છે તે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઇ રહ્યો છે.