ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ ચાલું થઇ ગયો છે. પરંતુ અમદાવાદ સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે આજે કયા વિસ્તારોમાં ભારે તો કયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આજે 28મી જૂનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
શુક્રવારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
આવતા મહિને એટલે કે 8 થી 12 જૂલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે આજે જણાવી છે.
આ મહિને એટલે કે જૂન મહિનામાં, તારીખ 27 થી 30 જૂન સુધી જૂનાગઢમાં અતિભારે વરસાદ પડશે.
જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, ઓખામાં વરસાદ આવવાની આગાહી જણાવવામાં આવી છે.
ગુજરાતના મધ્ય ભાગ એટલે કે મધ્ય ગુજરાત, સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે તેમ જણાવ્યું હતું.