Vishabd | આજે આ ત્રણ જિલ્લામાં મુશળધાર વરસાદની આગાહી, જાણો હાવામાન વિભાગની લેટેસ્ટ આગાહી આજે આ ત્રણ જિલ્લામાં મુશળધાર વરસાદની આગાહી, જાણો હાવામાન વિભાગની લેટેસ્ટ આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
આજે આ ત્રણ જિલ્લામાં મુશળધાર વરસાદની આગાહી, જાણો હાવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

આજે આ ત્રણ જિલ્લામાં મુશળધાર વરસાદની આગાહી, જાણો હાવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Team Vishabd by: Majaal | 10:21 AM , 23 June, 2024
Whatsapp Group

રાજ્યમાં વરસાદ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં જાણીએ આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ શું રહેશે અને ક્યાં-ક્યાં પડશે વરસાદ?

23 જૂનના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

24 જૂને ભાવનગર, ભરૂચ, સુરતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બોટાદ, અમરેલી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, સાઉથ-વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે વરસાદ થવાની સંભાવના છે.

કપાસના છોડ મુરઝાવા લાગ્યા
મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોનું કહેવું છે કે, ભીમ અગિયારસ પહેલા વરસાદની આગાહીના પગલે ખેડૂતોએ કપાસિયાનું વાવેતર અને ચોપણી કરી દીધી હતી. ત્યારે હાલ વરસાદ ખેંચાયો છે. મોંઘા ભાવના કપાસિયા, દવા, ખાતર, બિયારણ આ બધોજ ખર્ચ ખેડૂતોને હાલ માથે પડ્યો છે. ખેતરમાં ક્યાંક ક્યાંક કપાસિયા છે, બાકીના તમામ કપાસિયાઓ ફાટી ગયા છે. એટલે કે કપાસનો વાવેલો પાક નિષ્ફળ ગયેલો દેખાય છે અને ખેડૂતો આકાશ સામે જોઈને વરસાદની આશા સેવી રહ્યો છે ત્યારે ખેતરમાં એકલદોકલ કપાસિયાનો છોડ પણ હવે મુર્જાવાની તૈયારીમાં છે.

ખેડૂતોને ઉપયોગી સંભાવનાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવણી માટે લઘુત્તમ અને મહત્તમ તાપમાન લગભગ 3થી 4 ડિગ્રીનો તફાવત રહે, ઠંડા પવનો ફુંકાય તેવું હવામાન જરુરી છે. આવામાં ગુજરાતમાં ચોમાસાની રમઝટ 28મી જૂન પછી થવાની શક્યતાઓ છે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ