Vishabd | ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધી શકે, કેટલા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે? ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધી શકે, કેટલા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે? - Vishabd
Vishabd
Whatsapp Group Join
ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધી શકે, કેટલા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે?

ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધી શકે, કેટલા દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે?

Team Vishabd by: Akash | 06:28 PM , 25 September, 2024
Whatsapp Group

ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાની શરૂઆત થઈ શકશે, અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં જે સાયક્લૉનિક સર્ક્યુલેશન હતું તે મજબૂત બનીને હવે લૉ-પ્રેશર એરિયા બની ગયું છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં વર્તાઈ રહી છે.

આ પણ વાચો : હવામાન ખાતાએ ચક્રવાતને લઈને આપી મોટી અપડેટ, જાણો ક્યાં રાજ્યમાં દેખાશે અસર

ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવેલ છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે, તેવું અનુમાન કરવામાં આવેલ છે.

હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે એક બાજુ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી બાજુ વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તથા કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહી રહ્યું છે

હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે ત્યાં ગાજવીજ સાથે ભારે થી અતી ભારે વરસાદ પડશે અને પવનની ગતિમાં પણ થોડો વધારો જોવા મળે તેવી શક્યતાઓ છે.

ગુજરાતમાં આ ચોમાસાના મહિનાનો વરસાદનો છેલ્લો રાઉન્ડ છે, જે બાદ એવી શક્યતા છે કે રાજ્યમાં આ વર્ષનું ચોમાસું પૂરું થઈ જશે.

ક્યાં જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી?

હાલ જે વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઇ રહ્યો છે ત્યાં ગાજવીજ સાથે ભારે થી અતી ભારે વરસાદ પડશે. હવામાન ખાતાની માહિતી મુજબ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી તે લૉ-પ્રેશર એરિયા બની ગઈ છે અને હવે તે ભારતના ભૂ-ભાગો પર આગળ વધે તેવી સંભાવના કરવામાં આવેલ છે.

આ સિસ્ટમની અસર ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં ઘણા રાજ્યોને થવાની શક્યતા છે અને તેના કારણે મધ્ય ભારત, દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધશે, તેમ હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવેલ છે

આ પણ વાચો : વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જાણો હવે ક્યાં પડશે છેલ્લો વરસાદ?

ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે મુંબઈમાં પણ આગામી દિવસોમાં ભારે થી અતી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં 25 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.

26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ છે.

આ બંને દિવસોમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લાના વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદની શક્યતા છે.

વલસાડ, નવસારી, સુરત, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

ગુજરાતમાં 30 સપ્ટેમ્બરની આસપાસ વરસાદનું જોર સાવ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 41 % જેટલો વધારે વરસાદ થયો છે, જેમાં સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ દ્વારકામાં થયો છે અને સૌથી ઓછો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં થયો છે.

ક્યાં જિલ્લામાંથી ચોમાસાની વિદાય શરૂ

ગુજરાતમાં એક તરફ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.

હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ 23 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કચ્છ અને રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ હતી.

ભારતમાં સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરથી ચોમાસું પાછું ફરવાનું શરૂ થતું હોય છે પરંતુ આ વખતે ચોમાસાની વિદાય થોડી મોડી થઈ છે.

જે બાદ 24 સપ્ટેમ્બરના રોજ વધારે વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, હાલ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી અને પાટણ સહિતના ઘણા જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે.

જ્યારે જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવેલ છે.

હાલની સ્થિતિ મુજબ ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ પૂરો થશે તે બાદ ખૂબ ઝડપથી બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે.

એક વખત રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થયા પછી સામાન્ય સંજોગોમાં 10 થી 15 દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે.

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને એમાં સોરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ નોંધાયો છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ