Vishabd | હવામાન ખાતાએ ચક્રવાતને લઈને આપી મોટી અપડેટ, જાણો ક્યાં રાજ્યમાં દેખાશે અસર હવામાન ખાતાએ ચક્રવાતને લઈને આપી મોટી અપડેટ, જાણો ક્યાં રાજ્યમાં દેખાશે અસર - Vishabd
Vishabd
Whatsapp Group Join
હવામાન ખાતાએ ચક્રવાતને લઈને આપી મોટી અપડેટ, જાણો ક્યાં રાજ્યમાં દેખાશે અસર

હવામાન ખાતાએ ચક્રવાતને લઈને આપી મોટી અપડેટ, જાણો ક્યાં રાજ્યમાં દેખાશે અસર

Team Vishabd by: Akash | 11:21 AM , 25 September, 2024
Whatsapp Group

આ સિઝનમાં ચોમાસાના વરસાદે લોકોને ખૂબ ભીંજવ્યા હતા. ઘણા બધા રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનામાં ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને પાણી ભરાવા અને પૂર જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ફરી એકવાર ચક્રવાતી તોફાનની અસર જોવા મળી રહી છે. જેના કારણે ઘણા રાજ્યોમાં અતી ભારે વરસાદની સંભાવના છે. દિલ્હી NCRને ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ છે, તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલ છે.

મધ્ય બંગાળની ખાડીમાં સક્રિય થયું લો પ્રેશર.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ મધ્ય બંગાળની ખાડી માં ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર આંધ્ર-દક્ષિણ ઓડિશાના દરિયા કિનારા નજીક ઉત્તર-પશ્ચિમ ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે. જેના કારણે ઘણા રાજ્યમાં આગામી 6 દિવસ સુધી ભારે થી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. કર્ણાટક, લક્ષદ્વીપ, કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને આંધ્રપ્રદેશ, તેલંગાણા, પુડુચેરીમાં છૂટાછવાયાથી હળવા વરસાદ પડી શકે છે. 

આ પણ વાચો : વરસાદને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, જાણો હવે ક્યાં પડશે છેલ્લો વરસાદ?

કયાં રાજ્યોમાંથી ચોમાસું પાછું ખેંચાયું

IMD અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના ભાગોમાંથી પાછું ખેંચાયું છે. લો પ્રેશર વિસ્તારને કારણે 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. તેમજ કેરળ અને માહેમાં 25, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ભારે થી અતી ભારે વરસાદની આગાહી કરવામાંઆવેલ છે. ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર સુધી અતી ભારે વરસાદની સંભાવના છે. 

આ પણ વાચો : 24 થી 30 તારીખમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ, જાણો ક્યા-ક્યા સ્થળોએ પડશે ધોધમાર વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી⁠⁠⁠⁠⁠⁠⁠

કેવું રહેશે દિલ્હી NCRમાં હવામાન?

દિલ્હી NCRમાં છેલ્લા 2 દિવસથી ગરમી પડી રહી છે. IMDના જણાવ્યા પ્રમાણે પરત ફરતા ચોમાસાની ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવેલ છે. બુધવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ અને ગુરુવાર-શુક્રવારે ભારે પવન સાથે અતી ભારે વરસાદની શક્યતાઓ છે. 

કયાં રાજ્યોમાં પડશે વરસાદ

છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 25 થી 30 સપ્ટેમ્બર સુધી ભારે થી અતી ભારે વરસાદ પડશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ