Vishabd | 24 થી 30 તારીખમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ, જાણો ક્યા-ક્યા સ્થળોએ પડશે ધોધમાર વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી 24 થી 30 તારીખમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ, જાણો ક્યા-ક્યા સ્થળોએ પડશે ધોધમાર વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
24 થી 30 તારીખમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ, જાણો ક્યા-ક્યા સ્થળોએ પડશે ધોધમાર વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

24 થી 30 તારીખમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ, જાણો ક્યા-ક્યા સ્થળોએ પડશે ધોધમાર વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

Team Vishabd by: Akash | 06:08 PM , 24 September, 2024
Whatsapp Group

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગૌસ્વામીની આગાહી 

હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવેલ છે કે, આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે અને આ ચોમાસાંના વરસાદનો છેલ્લો રાઉન્ડ હશે.

ક્યારે થશે ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ?

હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 2024ના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે.ત્યારે નૈઋત્ય ચોમાસાની હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ગયેલ છે છતાં પણ હજી ગુજરાતની અદર ચોમાસાનો હજુ એક વરસાદનું રાઉન્ડ આવી રહ્યો છે.

આ પણ વાચો : દક્ષિણ ગુજરાતમાં એલર્ટ જાહેર, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

2 થી 5 ઇંચ સુધી વરસાદની શક્યતા?

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, બંગાળની ખાડીની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ બની રહી છે. જેને કારણે 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોની અંદર 2 થી 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં આવનારા દિવસમાં 25 થી 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેસર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે.

ક્યાં સ્થળોમાં સૌથી વધુ વરસાદ પડશે?

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ-જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદી જે સિસ્ટમ છે એ વધારે મજબૂત બનતી જશે અને આવનારા દિવસોની અંદર રાજ્યના 60% થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી અતી ભારે વરસાદ થઈ શકે છે. સૌથી વધારે વરસાદ ગુજરાતમાં પડશે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ વરસાદ અને એક બે સેન્ટરની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. 

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ જેવા વિસ્તારોની અંદર આવનારા 4 થી 5 દિવસ સુધી એટલે કે 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર જીલ્લામાં પણ 3 થી 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે.

આ પણ વાચો : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો નવરાત્રિ સુધીમાં ક્યાં પડશે વરસાદ? જાણો હવામાન ખાતાની આગાહી

ક્યાં-ક્યાં સ્થળોએ છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થશે?

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 24 થી 30 તારીખ સુધીનું સેશન છે. એમાં સૌથી વધારે વરસાદ છે 27 અને 28 સપ્ટેમ્બર ના રોજ જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે. 27 તારીખે અલગ-અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ક્યાંક છૂટાછવાયા ઝાપટા અને 3 ઈંચ સુધીનો વરસાદ થઈ શકે છે. પાટણ અને મહેસાણા જિલ્લોમાં પણ હળવાથી મધ્યમ ઝાપટાંઓ જોવા મળશે. અરવલ્લી જિલ્લામાં એકંદરે 2 થી 4 ઇંચ સુધીના વરસાદ થશે.

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, 26, 27 અને 28 તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના પશ્ચિમ ભાગોમાં વધારે શક્યતાઓ નથી. પૂર્વના ભાગોમાં ખાસ કરીને બહુ જ ઓછો અને રાપર તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ પડે તેવું અનુમાન કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના ભાગોની અંદર મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ  ઝાપટાઓ જોવા મળશે. ખાસ કરીને બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની અંદર 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

ગુજરાતમાંથી 2024ના ચોમાસાની વિદાયની શરૂઆત ક્યારથી થશે?

હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં હળવા, મધ્યમ અને ભારે ઝાપટાઓ જોવા મળશે. અહીં 1 ઈંચ જેટલો વરસાદ પડશે તેવી શક્યતાઓ છે. તો ગુજરાતમાં 24 થી 30 સપ્ટેમ્બરનો જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેમાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને ભારે પવન સાથે પણ વરસાદ પડશે. એમાં પણ ખાસ કરીને 27, 28 તારીખ એમ 2 દિવસ દરમિયાન વધારે વરસાદ જોવા મળશે. બીજા દિવસોની અંદર હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે. આ પ્રકારનું ગુજરાતનું હવામાન આવનારા 4 થી 5 દિવસ દરમિયાન જોવા મળશે, તે હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવેલ  છે. આમ 2024ના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે. આ વરસાદનો રાઉન્ડ 30 તારીખે પૂર્ણ થાય તે પછી તે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ