એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડ્યો છે. આગામી પાંચ દિવસ પણ વરસાદીમાં હોલ યથાવત રહેશે. જોકે, સિસ્ટમ નબળી પડતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. તેમ છતાં પણ 5 દિવસ વાદળછાયું વાતાવરણ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની અગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આજે રાજ્યનાં ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. પંચમહાલના ભાગોમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 5 જુલાઈએ સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આવતા રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેશે. 6 જુલાઈના રાજ્યના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેશે.
7 જુલાઈના રાજ્યના ભાગોમાં વરસાદ રહેશે. કોઈ ભાગમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે. સૂર્ય કાળા વાદળમાં અથમવામાં રહેશે. દેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શકયતા રહેતા રાજ્યના મધ્યભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે.
9થી 11 જુલાઈના વરસાદની શકયતા રહેશે. 7થી 8માં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા તેની અસરના કારણે 14 જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે. અષાઢી પાંચમે વીજળી થશે અને ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેશે. 14 અને 15 જુલાઈએ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની શક્યતા રહેશે.
7 જુલાઈએ અષાઢી બીજ છે. બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. બીજના દિવસે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે, રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કહેવાય છે કે આષાઢી બીજના દિવસે વરસાદ થાય તો વર્ષ સારું રહે છે.