ગુજરાતમાં આજે સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. પાંચ દિવસમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપાવમાં આવી છે તે જોઇએ
11મી જુલાઇના રોજના વેધર મેપ પ્રમાણે, રાજકોટ, પોરબંદર, જુનાગઠ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર,નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે ભારે વરસાદ છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
12મી તારીખના મેપ પ્રમાણે, અમરેલી, ભાવનગર, સુરત ડાંગ, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
13મી તારીખે સુરત, નવસારી, વલસાડ, તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.