Vishabd | જાણો આજે ક્યાં જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ? જાણો આજની હવામાન ખાતાની આગાહી જાણો આજે ક્યાં જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ? જાણો આજની હવામાન ખાતાની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
જાણો આજે ક્યાં જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ? જાણો આજની હવામાન ખાતાની આગાહી

જાણો આજે ક્યાં જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ? જાણો આજની હવામાન ખાતાની આગાહી

Team Vishabd by: Majaal | 09:57 AM , 09 July, 2024
Whatsapp Group

ગુજરાત પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તેને લઇને આગાહી કરવામાં આવી છે. તેના પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. કેટલાક જિલ્લામાં ઘણાં સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ વરસાદ વરસશે તેવું અનુમાન આપવામાં આવ્યું છે.

અમદાવાદ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના સોમવારે જણાવ્યા પ્રમાણે, આજે એટલે મંગળવારે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે.

આ વરસાદની સિઝનમાં 20 તાલુકામાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે 47 તાલુકામાં 10થી 20 ઈંચ, 82 તાલુકામાં 5થી 10 ઈંચ, 13 તાલુકામાં 5 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 20.74 ઈંચ, નવસારીમાં 20.82 ઈંચ, જૂનાગઢમાં 18.33 ઈંચ વરસાદ ખાબક્યો છે.. સુરેન્દ્રગરમાં સૌથી ઓછો અડધો ઈંચ જ વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં 14 તારીખ સુધી તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આજે તમામ જિલ્લામાં ગાજવીજ થવાની શક્યતા છે. આ સાથે માછીમારો માટે પાંચ દિવસની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલુ છે અને એક ટ્રફ પણ છે. જેના કારણે ભારે વરસાદ વરસી રહ્યો

Whatsapp Group
સબંધિત પોસ્ટ