Vishabd | અષાઢમાં પડશે અનરાધાર વરસાદ, જાણો અષાઢી બીજ પરથી અંબાલાલ પટેલની શું છે આગાહી અષાઢમાં પડશે અનરાધાર વરસાદ, જાણો અષાઢી બીજ પરથી અંબાલાલ પટેલની શું છે આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
અષાઢમાં પડશે અનરાધાર વરસાદ, જાણો અષાઢી બીજ પરથી અંબાલાલ પટેલની શું છે આગાહી

અષાઢમાં પડશે અનરાધાર વરસાદ, જાણો અષાઢી બીજ પરથી અંબાલાલ પટેલની શું છે આગાહી

Team Vishabd by: Majaal | 06:42 PM , 08 July, 2024
Whatsapp Group

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગાંડ, તાપી, દમણમાં અતિભારે વરસાદ પડશે. તો છોટાઉદેપુર, દાહોદ, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની કરાઈ આગાહી. ગાંધીનગર, વડોદરા, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં ભારે વરાસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પડશે ભારે વરસાદ પડશે. અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, મોનસુન ટ્રફ સક્રિય થયું છે.

જુલાઈ મહિનામાં ગુજરાત પર એક વરસાદી ટ્રક લાઈન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, આજથી જ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે મળી રહ્યાં છે. તેની સીધી અસર આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતથી થઈને વરસાદ રાજ્યના અન્ય જિલ્લાઓને પણ તરબોળ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. અંબાલાલ દ્વારા 8થી 11 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે 15 જુલાઈએ બંગાળના ઉપરવાસમાં સિસ્ટમ સક્રિય થશે એટલે ગુજરાતમાં 17થી 24 જુલાઈ સુધી સારો વરસાદ થશે. 

Whatsapp Group
સબંધિત પોસ્ટ