rain in Gujarat : ગુજરાતમાં હવે ધીમે-ધીમે શિયાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ છે ત્યાં તો વલસાડ પંથકના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. વલસાડ જિલ્લા મોહપાડા, આવધા, રાજપુર, ધરમપુર, ગોરખડા, સહિતના આંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો : ડિસેમ્બર મહિનાની ઠંડીને લઈને ભયાનક મોટી આગાહી, હવામાન ખાતાનું મોટું એલર્ટ
શિયાળાની ઋતુંમાં વરસાદ ખાબકતાં વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે માવઠાના લીધે શિયાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાએ કસોમસમી વરસાદની આગાહી કરી હતી.
હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં 6 ડિસેમ્બર પછી ઠંડીનું જોર વધશે. જ્યારે 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, પોરબંદર, જામનગર, રાજકોટનો સમાવેશ થાય છે. આગામી 7, ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે.
20, ડિસેમ્બર પછી પારો 11 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા છે. ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી 3 દિવસ પછી રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
આ પણ વાંચો : હવામાન ખાતાની નવી આગાહી, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી!
ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. ડાંગ-સાપુતારા કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતાં ઠંડીનો ચમકારો વધતાં વાતાવરણ રોમેન્ટીક બની ગયું છે. ઠંડીના ચમકારાના કારણે સાપુતારાના રસ્તા પર સન્નાટો છવાયો છે. તો બીજી તરફ પ્રવાસીઓમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ઠંડીની સાથે-સાથે માવઠાની પણ આગાહી કરી હતી. 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે. 10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થશે, મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે.હવામામાં ફેરફાર આવશે અને કચ્છના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવવાની પણ સંભાવના છે.