Vishabd | ગુજરાત એલર્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા? ગુજરાત એલર્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ગુજરાત એલર્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા?

ગુજરાત એલર્ટ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ, ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા?

Team Vishabd by: Akash | 10:56 AM , 10 June, 2023
Whatsapp Group

મિત્રો, બીપરજોય વાવાઝોડુ સારા સમાચાર ની સાથે સાથે ખરાબ સમાચાર પણ લાવી રહ્યું છે.સારા સમાચાર એ છે કે બીપરજોય હજુ પણ સીધુ ઉત્તર થી થોડુ ઉતરપૂર્વ ગતિ કરી રહ્યું છે એટલે જો આ જ રીતે ગતિ કરશે તો ગુજરાતની એકદમ નજીક થી પસાર થઈ પાકિસ્તાન તરફ જઈ શકે અને ગુજરાત ને સારાવરસાદનો લાભ પણ મળી જાય.
ખરાબ સમાચાર એ છે કે, તે જ્યારે ગુજરાત ની નજીક પસાર થઈ રહ્યું હોય ત્યારે તેની નજીક ગુજરાતનો જમીન વિસ્તારનું યોગ્ય વાતાવરણ મળી જાય તો તે ધીમે ધીમે ટર્ન કરી સીધુ ગુજરાત માં પણ અંદર આવી જાય અને હવે આ બંને શકયતા સરખી એટલે કે 50-50 ટકા ગણી શકાય.

આ શકયતા ને ધ્યાનમાં લઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ-કચ્છ નો વિસ્તારને હાલમાં રેડ એલર્ટ માં જાહેર થય શકે છે. તમારે હવે પુરે પુરી તૈયારી અને સાવચેતી રાખવી કે આગળ જતાં 12-13 તારીખે વાવાઝોડુ ટર્ન લેય તો તમારે તાત્કાલિક દોડવુ ના પડે અને બને એટલું ઓછું નુકશાન થાય.

મિત્રો ગભરાવું નહિ પણ સાવચેત રહેવું અને તૈયારીમાં રહેવું જો ના  આવે તો કંઈ નહીં પણ આવે તો નુકશાન ઓછું થાય અને કદાચ ટર્ન ના લેઇ ને પાકિસ્તાન જશે તો પણ વાવાઝોડુ નજીક થઈ પસાર થઈ રહ્યું હશે.

એટલે પશ્ચિમ સૌરાષ્ટ્ર, પશ્ચિમ કચ્છ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ સામાન્ય કરતા ઘણી વધુ જોવા મળશે અને વરસાદનો લાભ પણ મળશે. અને વધુ પડતું નજીક આવી જાય કે ગુજરાતમાં જ ત્રાટકે તો ઉપર જણાવેલ વિસ્તારમાં વરસાદ ભુક્કા પણ કાઢી નાંખશે એટલે સાવધાની રાખવી.

આજથી વાવણીલાયક વરસાદ નો લોટરી રાઉન્ડ ચાલુ થસે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તારમાં વરસાદની શકયતા છે જેમાં આવતીકાલ થી જોર વધશે અને 12 થી 15 તારીખમાં સૌથી વધુ જોર રહેશે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ