new forecast : ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડીનો પારો ગગડતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુતમ તપામાન 12 થી 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું છે. રાજકોટમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન હતું. અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે શહેરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીના પગલે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો પણ સર્જાય છે. ઠેર-ઠેર તાપણા પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠું પણ આવશે?, જાણો અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની આગાહી
આ પણ વાંચો : આ 10 જિલ્લાઓ સાવધાન! આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, દરિયાથી દૂર રહેવા અપીલ
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. તેમની આગાહી મુજબ આ અઠવાડિયામાં 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે તેવી સંભાવના છે. સુરત, નવસારી, વલસાડના વિસ્તારોમાં માવઠું પડી શકે છે.