Vishabd | પરેશ ગોસ્વામીની મોટી આગાહી: સિસ્ટમ આગળ વધતા વરસાદે લીધો બ્રેક, જુલાઈના અંતમાં આવશે બીજો રાઉન્ડ પરેશ ગોસ્વામીની મોટી આગાહી: સિસ્ટમ આગળ વધતા વરસાદે લીધો બ્રેક, જુલાઈના અંતમાં આવશે બીજો રાઉન્ડ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
પરેશ ગોસ્વામીની મોટી આગાહી: સિસ્ટમ આગળ વધતા વરસાદે લીધો બ્રેક, જુલાઈના અંતમાં આવશે બીજો રાઉન્ડ

પરેશ ગોસ્વામીની મોટી આગાહી: સિસ્ટમ આગળ વધતા વરસાદે લીધો બ્રેક, જુલાઈના અંતમાં આવશે બીજો રાઉન્ડ

Team Vishabd by: Vishabd | 09:29 AM , 09 July, 2026
Whatsapp Group

Weather update: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, હાલમાં ગુજરાત પરથી ચોમાસાની સિસ્ટમ આગળ વધી ગઈ હોવાથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. શરૂઆતના તબક્કામાં સારો વરસાદ પડ્યા બાદ અત્યારે વાતાવરણમાં થોડો ઉઘાડ જોવા મળી રહ્યો છે. ગુજરાતના 80 ટકા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે હવે વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.

​જો કે, ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે આ વિરામ લાંબો સમય નહીં ચાલે. જુલાઈ મહિનાના અંત ભાગમાં ફરી એકવાર મજબૂત વેધર સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે જુલાઈના અંતમાં મેઘરાજા ફરીથી ધબધબાટી બોલાવશે એટલે કે રાજ્યમાં ફરી સાર્વત્રિક અને ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે.

સિસ્ટમ આગળ વધી જતાં હાલ પુરતો વરસાદનો વિરામ

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વરસાદી સિસ્ટમ હવે ગુજરાત ઉપરથી ઉત્તર-પૂર્વની દિશામાં આગળ વધી ગઈ છે. જેના પગલે આજથી વરસાદ વિરામ લેશે. વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી વરસાદના પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.

 જો કે કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાથી માંડીને માંડ એક ઈંચ સુધીનો જ વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો વાવણી કરી શક્યા નથી. આથી આવા કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોવાઈ રહી છે.

પવનનું જોર વધશે 

15 જુલાઈ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આમ છતાં ભેજના કારણે કોઈ-કોઈ ભાગમાં હળવા વરસાદી ઝાપટા જરૂર પડી શકે છે. 15 જુલાઈ પછી 5 દિવસ સુધી વરસાદનો હળવો રાઉન્ડ જોવા મળી શકે છે.

જુલાઇના અંતમાં વરસાદનો ફરી રાઉન્ડ 

25 થી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વધુ એકવાર સાર્વત્રિક અને ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં (સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત) ફરી મુસળધાર વરસાદની એન્ટ્રી થશે. આ રાઉન્ડમાં જે જિલ્લાઓ બાકી રહી ગયા છે, ત્યાં પણ વરસાદ વરસી શકે છે..

ખેડૂતો માટે યોગ્ય સમય 

હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યાર સુધી 14 થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતો હતો. જો કે હવે પવનની ગતિ 25 થી 30 કિમી પ્રતિકલાકની થવા જઈ રહી છે. આમ પવનની ગતિ વધવાના કારણે વાદળો વિખેરાઈ જવાથી અનેક વિસ્તારોમાં તડકો નીકળે. જેના પરિણામે ખેડૂતોને ખેતીકામ માટે યોગ્ય વરાપ મળી રહેશે.

પરેશ ગોસ્વામીની ખેડૂતો માટે સલાહ

જ્યાં સારો વરસાદ થઈ ગયો છે ત્યાં વાવણીના કાર્યો પૂર્ણ કરી લેવા અને આગામી રાઉન્ડ માટે તૈયાર રહેવું.

Whatsapp Group
સબંધિત પોસ્ટ