Vishabd | અંબાલાલ પટેલની આખા ફેબ્રુઆરી મહિનાને લઇને આગાહી, જાણો માવઠાની આગાહી! અંબાલાલ પટેલની આખા ફેબ્રુઆરી મહિનાને લઇને આગાહી, જાણો માવઠાની આગાહી! - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
અંબાલાલ પટેલની આખા ફેબ્રુઆરી મહિનાને લઇને આગાહી, જાણો માવઠાની આગાહી!

અંબાલાલ પટેલની આખા ફેબ્રુઆરી મહિનાને લઇને આગાહી, જાણો માવઠાની આગાહી!

Team Vishabd by: Akash | 05:16 PM , 05 February, 2025
Whatsapp Group

અંબાલાલ પટેલે શું કહ્યું? - today's weather

today's weather : હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કહ્યું છે કે, 3 ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં કમોસમી હિમ વર્ષાની સંભાવના છે. રાજ્યમાં 3 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેવાની સંભાવના છે. 3 થી 4 ફેબ્રુઆરીમાં ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની સંભાવના દેખાઈ રહી છે.

તો આ સમયે ગુજરાતનાં ઉત્તર પૂર્વીયભાગો છાંટા પડવાની સંદેહ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયુ રહી શકે છે.

આ પણ વાચો : ક્યાં રાજ્યોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી?, હવે શું ઠંડીનો બીજા રાઉન્ડ આવશે?⁠⁠⁠⁠⁠⁠⁠

5 થી 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી પડી શકે છે - today's weather

આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. બદલાતા વાતાવરણની સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું છે કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી સંભાવના છે.

11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની સંભાવના દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.

આ પણ વાચો : ગુજરાતમાં આજથી ભુક્કા બોલાવશે ઠંડી!, કમોસમી વરસાદ પડશે?, અંબાલાલ પટેલે દ્વારા સિઝનની સૌથી કાતિલઠંડી પડવાની આગાહી

રાજ્યના હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આવામાં માવઠું થાય તો કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચી શકે છે, ત્યારે હવામાન ખાતા દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા કે ઝાપટાની આગાહી કરવામાં આવી હતી, આવામાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ