Vishabd | અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, જાણો આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી? અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, જાણો આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, જાણો આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?

અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, જાણો આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી?

Team Vishabd by: Majaal | 08:22 AM , 15 October, 2024
Whatsapp Group

ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. સોમવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી થોડા દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહે તેવી સંભાવના છે. નોંધનીય છે કે, ગુજરાતમાં આ ચોમાસામાં 140 ટકા વરસાદ થયો છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, 16 અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે. આજે આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની સંભાવના છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, આગામી બે દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્ર રિજનમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. અમદાવાદના હવામાન અંગે તેમણે જણાવ્યું છે કે, શહેરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે

Whatsapp Group
સબંધિત પોસ્ટ