Vishabd | વરસાદની આગાહી: ગુજરાતમાં વરસાદી માહોલની શક્યતા, અરબી સમુદ્રની સિસ્ટમ બનશે મુખ્ય કારણ વરસાદની આગાહી: ગુજરાતમાં વરસાદી માહોલની શક્યતા, અરબી સમુદ્રની સિસ્ટમ બનશે મુખ્ય કારણ - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
વરસાદની આગાહી: ગુજરાતમાં વરસાદી માહોલની શક્યતા, અરબી સમુદ્રની સિસ્ટમ બનશે મુખ્ય કારણ

વરસાદની આગાહી: ગુજરાતમાં વરસાદી માહોલની શક્યતા, અરબી સમુદ્રની સિસ્ટમ બનશે મુખ્ય કારણ

Team Vishabd by: Vishabd | 01:17 PM , 18 June, 2026
Whatsapp Group

આજનું હવામાન વરસાદ: નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્રમાં અટક્યું છે, જે ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી શકે છે. સાથે જ અરબ સાગરમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની અસર આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં જોવા મળી શકે છે. ખાસ કરીને 21થી 25 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર આજે 18 જૂન 2026ના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

21 જૂનથી મેઘરાજાની એન્ટ્રીની આશા

રવિવારથી એટલે કે 21 જૂનથી રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે રાજ્યના હવામાનમાં 18 જૂનથી પલટો જોવા મળી શકે છે. જેના પગલે દરિયાઇ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. 21 જૂનથી રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં પણ વરસાદી માહોલ છવાઇ શકે છે. 23થી 25 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે.

કેટલે પહોંચ્યું ચોમાસું

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલમાં હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, રાંચી અને મુઝફ્ફરપુર સહિતના ભૌગોલિક વિસ્તારોને આવરી લઈને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી 4 થી 5 દિવસમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં ચોમાસું સક્રિય થવા માટે સ્થિતિ અત્યંત સાનુકૂળ છે. આ સાથે જ છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી પવનોની પ્રગતિ થશે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ અને માલદીવ ટાપુઓ પર મધ્યમથી તીવ્ર વરસાદી વાદળોની હાજરી નોંધાતા દરિયાઈ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. કોમોરિન વિસ્તારમાં પણ ભારે ગતિવિધિઓ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં હાલ હળવા વાદળો સાથે સામાન્ય હિલચાલ નોંધાઈ છે.

દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી દિવસોમાં પવનની ગતિમાં વધારો થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને હવામાનની નવીનતમ માહિતી પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાં કેવું રહશે વતાવરણ 

અમદાવાદમાં કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જોકે વરસાદ થવાની કોઇ શક્યતા નથી. મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહી શકે છે.

રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં આંશિક રીતે વાદળછાયું આકાશ રહી શકે છે. મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે.

સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાંની શક્યતા છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહી શકે છે.

વડોદરામા આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ