ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર: ક્યું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના સંજોગ
સૂર્યનારાયણનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 13-9-2023 ના રોજ થશે. વાર બુધવાર ને સવારના 3 વાગે ને 27 મિનિટે સૂર્યનારાયણનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ થશે. આ નક્ષત્ર નું વાહન હાથી છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનારાયણનું ભ્રમણ તારીખ 26-9-2023 સુધી ચાલશે.
લોકવાયકા
"જો વરસે ઓતરા, તો કાઢે છોતરા"
"જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા"
આ બન્ને કહેવતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર માટે પ્રખ્યાત છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચોમાસાના વિદાય સમયનુ પ્રથમ નક્ષત્ર ગણવામાં આવે છે. સામાન્ય રીતે આ નક્ષત્રથી ચોમાસાની વિદાય ચાલુ થતી હોય છે. જો આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવતા હોય છે.
"જો વરસે ઓતરા, તો ધાન ન ખાય કુતરા"
કહેવતમાં કહેવાયું છે કે, આ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો ધાન્ય પાકોને નુકસાન પહોંચે છે. કેમ કે મોટાભાગના પાકો હવે કાપણીની સ્થિતિમાં હોય છે. જે પાકતા પાકને અતિભારે વરસાદ નુકશાન પહોંચાડી શકે છે અને તે પાક ખાવા લાયક રહેતા નથી.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદના સંજોગ
આ નક્ષત્રમાં સારા વરસાદના સંજોગો હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન હાથી છે. એટલા માટે વરસાદ પડવાની શક્યતા થોડી વધારે હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પવન સાથે વરસાદ પડતો હોય છે. જો સારો વરસાદ પડે તો પાણીની સમસ્યાનો હલ થઇ જતો હોય છે. આ નક્ષત્રના શરૂઆતના અઠવાડિયામાં ગુજરાતના કોઈ-કોઈક ભાગમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.