Vishabd | ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ - Vishabd
Vishabd
Whatsapp Group Join
ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ

ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ

Team Vishabd by: Majaal | 09:13 AM , 21 August, 2024
Whatsapp Group

ગત રોજ રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ફરી મેઘ રાજાની પધરામણી થવા પામી છે. ગત રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ છવાતા લોકોએ કંઈક અંશે ઠંડકનો અનુભવ કર્યો હતો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તા. 23 થી 26 ઓગસ્ટ દરમ્યાન ભારે વરસાદની શક્યતાઓ છે. બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણનાં કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે. જે મધ્ય પ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેથી ગુજરાતનાં ઉત્તર ભાગમાં વરસાદી માહોલ છવાશે.

અંબાલાલ પટેલનાં જણાવ્યા અનુસાર રાજ્યનાં ઉત્તર ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યનાં અનેક તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે પણ સૂચન કર્યું છે.

26 ઓગસ્ટથી સિસ્ટમ સક્રિય થશે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તા. 26 ઓગસ્ટ સિસ્ટમ સક્રિય થશે. જેથી સપ્ટેમ્બર મહિના સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. ગણેશ ચતુર્થીનાં દિવસે પણ રાજ્યનાં અનેક તાલુકાઓમાં વરસાદની શક્યતાઓ છે.

બાગાયતી પાકમાં રોગચાળાની સ્થિતિ
તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેત કર્યા છે કે વરસાદની હાલની પરિસ્થિતિને કારણે પાકમાં રોગચાળાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેમજ બાગાયતી પાકમાં જીવાતનાં ઈંડા પડી શકે છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ