Paresh Goswami prediction : દિવસ દરમિયાન ગરમી અને રાત્રીના સમયે હળવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે.
દિવસ દરમિયાન ગરમી અને રાત્રીના સમયે હળવી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે હાલ ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે, 5 નવેમ્બર સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : દિવાળી પર ક્યાં-ક્યાં ભારે વરસાદની શક્યતા? જાણો હવામાન વિભાગની આગાહી
હવામાન ખાતા પાસેથી મળતી માહિતી મુજબ, ગુજરાત તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 7 દિવસ વાતાવરણ સુકૂં રહેશે. કોઇપણ જગ્યાએ વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી.
ગુજરાતનાં તાપમાન અંગે હવામાન ખાતાએ જણાવ્યુ છે કે, રાજ્યનાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3 થી 4 દિવસમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. તાપમાન યથાવત રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આસમાન સાફ રહેશે. આજ અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી થવાની શક્યતા છે.
આ પણ વાંચો : દિવાળીના તહેવારોમાં હવામાન કેવું રહેશે? તે અંગેની અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની જોરદાર આગાહી
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યુ હતુ કે, હાલ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી ઊંચું નોંધાઇ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં 34 થી 36 ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે. હાલ આ ઊંચા તાપમાન માંથી કોઇ રાહત મળે તેવી શક્યતા નથી. 31 ઓક્ટોબર સુધી તાપમાનમાં કોઇ રાહત મળે તેવી કોઇ શક્યતા નથી. હાલ પવનની ગતિ સામાન્ય છે અને તેમાં હાલ કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. પવનની દિશાઓ સતત બદલાતી રહેશે.