આગામી 6 દિવસ મેઘરાજા ગુજરાત પર મહેબાન રહેશે કે પાછા રિસાઇ જશે?
આ પણ વાચો: આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી
રાજ્યમાં લાંબા સમયથી ખેંચાયેલા વરસાદ બાદ ફરી એક વાર મેઘસવારી આવતાં લોકોમાં ખુશી જોવા મળી રહી હતી. લગભગ ત્રણ-ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે, હવે ફરીથી ઉઘાડું નીકળ્યું છે અને તડકો જોવા મળી રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ આગામી સાત દિવસ દરમિયાન કંઇક ખાસ વરસાદની સંભાવના નથી. આ દરમિયાન દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી છે.
12મી તારીખે સવારના 8.30 કલાક સુધીમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જીલ્લાઓમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
આ પણ વાચો: અંબાલાલ પટેલની આગાહી: ફરી બની રહી છે મજબૂત સિસ્ટમ, ગુજરાતમાં અહીં પડશે ભારે વરસાદ, નવેમ્બર સુધીમાં ચક્રવાતની પણ આગાહી
13મી તારીખે સવારના 8.30 કલાક સુધીમાં ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
14મી તારીખે સવારના 8.30 કલાક સુધીમાં સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
15મી તારીખે સવારના 8.30 કલાક સુધીમાં દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
16મી તારીખે સવારના 8.30 કલાક સુધીમાં દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછળાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાંભાળના છે. ગુજરાતના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સાંભાવના છે.
17મી તારીખે ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે. જ્યારે 18મી તારીખ માટે પણ આવી જ આગાહી કરવામાં આવી છે.
વધુમાં હવામાન વિભાગે 20મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે, આ તારીખે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી તથા બોટાદમાં હળવો વરસાદ થઈ શકે છે. પરંતુ કચ્છમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.