Vishabd | તારીખો લખી રાખજો, વરસાદ પીછો નહી ચોડે, નવરાત્રીમાં પણ ભુક્કા કાઢશે વરસાદ, જાણો આગાહી તારીખો લખી રાખજો, વરસાદ પીછો નહી ચોડે, નવરાત્રીમાં પણ ભુક્કા કાઢશે વરસાદ, જાણો આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
તારીખો લખી રાખજો, વરસાદ પીછો નહી ચોડે, નવરાત્રીમાં પણ ભુક્કા કાઢશે વરસાદ, જાણો આગાહી

તારીખો લખી રાખજો, વરસાદ પીછો નહી ચોડે, નવરાત્રીમાં પણ ભુક્કા કાઢશે વરસાદ, જાણો આગાહી

Team Vishabd by: Majaal | 09:32 AM , 27 September, 2024
Whatsapp Group

આજે રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શિયર ઝોનના કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવમાં આવી છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી પણ કરી છે.

ગુજરાતમાં લાંબા સમયથી મેઘરાજા આરામ પર હતા. જોકે, ગુરુવારે બપોર બાદ અચાનક જ મોટા ભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર સહિતના શહેરોમાં વરસાદે સટાસટી બોલાવી દીધી હતી રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાવાની તસવીરો પણ સામે આવી છે.

હવે વરસાદનો અંતિમ રાઉન્ડ ગુજરાતને ધમરોળશે. ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા અને સીટીએમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો..જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડાના નડિયાદ અને છોટાઉદેપુરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો અને મેઘરાજાનું આગમન થયું હતું.

ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું એ ધીમું પડી ગયું છે, પરંતુ હાલમાં ગુજરાત રાજ્ય પર 16 ડીગ્રી ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે, જેને કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં સામાન્ય કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

Whatsapp Group
સબંધિત પોસ્ટ