Vishabd | ત્રણ સિસ્ટમ સક્રિય, જાણો હજુ ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી? ત્રણ સિસ્ટમ સક્રિય, જાણો હજુ ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી? - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ત્રણ સિસ્ટમ સક્રિય, જાણો હજુ ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી?

ત્રણ સિસ્ટમ સક્રિય, જાણો હજુ ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી?

Team Vishabd by: Majaal | 07:48 AM , 20 July, 2024
Whatsapp Group

ગુજરાતમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આપી છે.

આજે 20મી તારીખના મેપ પ્રમાણે, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે.

જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.

21મી તારીખે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, રોજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાતના જિલ્લાઓમાં વરસાદની કોઇ ચેતવણી નથી.

22મી તારીખે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામા આવી નથી.

23મી તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે

Whatsapp Group
સબંધિત પોસ્ટ