ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટતી હોય અને ગરમીનું પ્રમાણ વધતું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં તો બફારાથી લોકો કંટાળી ગયા છે.
શહેરમાં બુધવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ત્યારે આગામી સમયમાં આખા ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે માહિતી આપી છે તે જોઈએ. જોકે, આજથી આગામી ત્રણ દિવસ ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજે 12મી તારીખે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં, થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
13મી તારીખના રોજ, એટલે કે શુક્રવારના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 14મી તારીખેને શનિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે
તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવ્યું છે કે, હમણાં રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે ભારે કે સારા વરસાદો થાય તેવી અપેક્ષાઓ હમણાં રાખવાની નથી.
અત્યારે મોટાભાગની સિસ્ટમો આપણા પરથી પસાર થઈને અમુક સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે. જેના કારણે 850 એચપીએ લેવલ અને 700 એચપીએ લેવલે અમુક પ્રકારના ભેજ છે.
જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારેથી અતિભારે ઝાપટાં જોવા મળશે. સારો વરસાદ નહીં, પણ મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ અતિભારે ઝાપટાંઓ જોવા મળશે. તે પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે. તે સિવાયના વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી.