રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 25.46 ટકા વરસાદ નોંધાયો છે. જોકે વરસાદી સિસ્ટમ બને છે પરંતુ નબળી પડવાના કારણે અનુમાન પ્રમાણે વરસાદ થતો નથી. જોકે આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
વરસાદ અંગે જોઈએ તો આ વખતે દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં સ્થિતિ તટસ્થ છે. પૂર્વ પેસિફિક મહાસાગરમાં સ્થિતિ તટસ્થ છે. લા લીનો સ્થિતિ બનવા અંગે છે અસન્જસ છે એ ઉપરાંત નકારાત્મક નથી એટલે પશ્ચિમ ભારતમાં સ્થિતિ સાનુકૂળ રહેશે. હમણાં પશ્ચિમનો પવન ફૂંકાશે. અન્ય જોઈએ તો આ વર્ષે મેઘ વાદળો બનતા નથી. એટલે વરસાદ ખંડ ખંડ થાય છે કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થાય છે ઉપલા લેવલના પવનની સાનુકૂળતા નથી. આમ છતાં પશ્ચિમ ભારતમાં સારો વરસાદ થવાની શકયતા છે
18થી 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. અન્ય ભાગોમાં પણ સારો વરસાદની શકયતા છે. પરંતુ ઓગસ્ટમાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શકયતા છે.
સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે.
સામાન્ય વરસાદી ઝાંપટા વચ્ચે પૂર્વ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ગરમી રહી શકે છે. અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ ઝાંપટા વચ્ચે ગરમી સહન કરવી પડશે. 14થી 15 જુલાઈના રોજ હવામાનમાં પલટો આવશે.