gujarat weather : ગુજરાતમાં હવે ધીમે-ધીમે ઠંડી જામી રહી છે. હવામાન ખાતાએ 2 દિવસ તાપમાન વધવાની આગાહી કરી છે. જોકે, તે પછી ફરીથી ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે હવામાન નિષ્ણાતોએ તો આજથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની સાથે માવઠાની પણ આગાહી કરી છે. તો ચાલો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ.
આ પણ વાંચો : ચક્રવાત ફેંગલને કારણે ત્રણના મોત અનેક લોકોનું સ્થળાંતર, આજે ક્યાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ?
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 4 થી 8 ડિસેમ્બર આસપાસ દક્ષિણ મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના રહેશે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં કોઈ શીત લહેરની શક્યતા નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી સેલ્સિયસ જેટલું લઘુતમ તાપમાન રહેવાની સંભાવના રહેશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 4 ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે તાપમાન વધવાની સંભાવના રહેશે. 4 થી 8 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની સંભાવના છે. જેના કારણે વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ!, રાજકોટ સૌથી ઠુંડુ શહેર,અંબાલાલ પટેલની નવી આગાહી
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પોતાના યુ-ટ્યુબ વીડિયોમાં ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 3 થી 9 ડિસેમ્બર દરમિયાન માવઠું થાય તેવી સંભાવનાઓ છે. આ માવઠા પાછળના જે પરિબળો કામ કરી રહ્યા છે, તેમાં એક મોટી સિસ્ટમ દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે.
હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, આ અસ્થિરતા 3 થી 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી સંભાવનાઓ છે. આ અસ્થિરતાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. 60 થી 65 (%) ટકા વિસ્તારના હવામાનમાં ફેરફાર જોવા મળશે. મોટા માવઠાનો માહોલ બનશે પણ માવઠું અમુક જ વિસ્તારમાં થવાનું છે. ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ શક્યતા દેખાઈ રહી છે. છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા જેવા વિસ્તારોમાં હળવા સામાન્ય અને છૂટાછવાયા ઝાપટાં પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.