Vishabd | ચોમાસાની વિદાય થઈ છે, વરસાદની નહીં! આજે પણ 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી ચોમાસાની વિદાય થઈ છે, વરસાદની નહીં! આજે પણ 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp ગ્રુપમાં જોડાવ
ચોમાસાની વિદાય થઈ છે, વરસાદની નહીં! આજે પણ 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ચોમાસાની વિદાય થઈ છે, વરસાદની નહીં! આજે પણ 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Team Vishabd by: Majaal | 08:44 AM , 20 October, 2024
Whatsapp Group

રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે, પરંતુ વરસાદે હજુ સુધી વિદાય લીધી નથી. ઓક્ટોબર મહિનામાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે કૃષિ પાકોને મોટાપાયે નુકસાન પહોંચી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે, આજે (20મી ઓક્ટોબર) અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઇપણ જિલ્લામાં વરસાદની કોઇ આગાહી નથી.

20મી તારીખે અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજની આગાહી આપવામાં આવી છે.

21મી તારીખે અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજની આગાહી આપવામાં આવી છે.

Whatsapp Group
સબંધિત પોસ્ટ