દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક સિસ્ટમ સક્રીય થઇ છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
આજે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગે આજે એટલે શનિવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમા જણાવાયુ છે કે, આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા છે.
ભારે પવન ફુકશે!
આ સાથે એમ પણ આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીઝ થઇ શકે છે. આ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા પણ છે.