Vishabd | Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી - Vishabd
Vishabd
કૃષિ દર્શન

Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી

Team Vishabd by: Akash | 08:52 AM , 09 September, 2023 Gujarat Weather Forecast • આજે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની આગાહી, જાણો આજના વરસાદની આગાહી

Gujarat Weather Forecast: છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં ફરી મેઘાવી માહોલ જામ્યો છે અને આગામી બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છેકે આવતી કાલે સુરત,નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે વડોદરા, દાહોદ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભાર વરસાદ પડી શકે છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો છે.

આજે 9 તારીખના રોજ નર્મદા, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

10 સપ્ટેમ્બરઃ અરવલ્લી, દાહોદ, મહિસાગર અને વલસાડમાં

ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અન્ય

જિલ્લાઓ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવોથી

મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

11 સપ્ટેમ્બરઃછોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસાર, વલસાડ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

12 સપ્ટેમ્બરઃ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

13 સપ્ટેમ્બરઃ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

image widget
સબંધિત પોસ્ટ