Vishabd | ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ - Vishabd
Vishabd
કૃષિ દર્શન

ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

Team Vishabd by: Akash | 09:42 AM , 13 October, 2023 ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

ઘેલીચિત્રા નક્ષત્ર : કયું વાહન છે? કેટલો વરસાદ? જાણો લોકવાયકા અને વરસાદના જોગ

ઘેલીચિત્રા નક્ષત્ર : સૂર્યનારાયણનું ઘેલીચિત્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 11/10/2023 થી થશે. સૂર્યનારાયણનું આ નક્ષત્રમાં ભ્રમણ તારીખ 23/10/2023 સુધી રહેશે. વાર બુધવાર ને સવારે 8:01 કલાકે ઘેલીચિત્રા નક્ષત્ર બેસશે. ઘેલી ચિત્રા નક્ષત્ર નું વાહન ઉંદરનું છે. 

લોકવાયકા

‘એક વાર ઘેલી ચિત્રા નક્ષત્રએ 999 નદીઓનું સર્જન કર્યું હતું’

જૂના લોકોનું માનીએ તો ઘેલીચિત્રા નક્ષત્ર દરમિયાન એક વર્ષે એટલો વરસાદ પડ્યો હતો કે 999 નદીઓનું સર્જન થઈ ગયું હતું. તેના પર થી તમે અંદાજો લગાવી શકો છો કે આ ઘેલીચિત્રા નક્ષત્રમાં કેટલો ભયાનક વરસાદ વરસી શકે છે.(આ એક લોકવાયકા છે. આવું  ક્યારેક સંજોગ વશ થતું હોય છે.)

આ નખત્રમાં વરસાદના જોગ

મોટા ભાગે ઘેલી ચિત્રા નક્ષત્રમાં ચોમાસાની વિદાય રાજ્યમાંથી થઈ જતી હોય છે તેથી વરસાદની સંભાવના નહિવત જોવા મળતી હોય છે. તેમ છતાં પણ વાતાવરણમાં અસ્થિરતા સર્જવાને કારણે કારણે માવઠા સ્વરૂપે અમુક વિસ્તારોમાં મધ્યમ હળવો વરસાદ જોવા મળતો હોય છે.

સબંધિત પોસ્ટ