Vishabd | ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય, જાણો આગામી ત્રણ કલાકમાં ક્યાં અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય, જાણો આગામી ત્રણ કલાકમાં ક્યાં અતિ ભારે વરસાદની આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય, જાણો આગામી ત્રણ કલાકમાં ક્યાં અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાત પર ચાર સિસ્ટમ સક્રિય, જાણો આગામી ત્રણ કલાકમાં ક્યાં અતિ ભારે વરસાદની આગાહી

Team Vishabd by: Majaal | 09:36 AM , 04 September, 2024
Whatsapp Group

ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા હતા.

ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત રહે તેવી સંભાવના છે.


હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન છે. આગામી ત્રણ કલાક  કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર,  દ્વારકા, પોરબંદર,રાજકોટમાં  હળવો વરસાદ વરસી શકે છે.

બોટાદ, અમરેલી, જૂનાગઢ,ગીર સોમનાથ, ભાવનગર, દીવ,બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી છે તો ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.મહીસાગર,દાહોદ, પંચમહાલ,ખેડા,આણંદ, વડોદરા,છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા,સુરત, તાપી, નવસારીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. ડાંગ વલસાડમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દમણ, દાદરાનગર હવેલીમાં  મધ્યમ વરસાદ વરસી શકે છે

રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?
પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના  છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.                                                    

Whatsapp Group
સબંધિત પોસ્ટ