Vishabd | ભાદરવો રહેશે ભરપૂર, ચોમાસુ હજી બાકી, નવો રાઉન્ડ આવશે, જાણો આગાહી ભાદરવો રહેશે ભરપૂર, ચોમાસુ હજી બાકી, નવો રાઉન્ડ આવશે, જાણો આગાહી - Vishabd
Vishabd
Whatsapp Group Join
ભાદરવો રહેશે ભરપૂર, ચોમાસુ હજી બાકી, નવો રાઉન્ડ આવશે, જાણો આગાહી

ભાદરવો રહેશે ભરપૂર, ચોમાસુ હજી બાકી, નવો રાઉન્ડ આવશે, જાણો આગાહી

Team Vishabd by: Majaal | 08:51 AM , 21 September, 2024
Whatsapp Group

હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવારે કરાયેલી આગાહીમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામમાં આવી છે.

જેમાં મોટાભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે 7 દિવસની આગાહી કરી છે તેમાં અંતિમ બે દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ સાથે એલર્ટ આપ્યું છે. જોકે, આ આગાહીમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની કોઈ શક્યતાઓ જોવાઈ રહી નથી

આજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે. જેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ પણ છે. આજના દિવસે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની સંભાવનાઓ છે.

આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતના તથા મધ્ય પૂર્વના ભાગોમાં વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. આગામી સમયમાં હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ સાથે ભારે વરસાદની સંભાવનનાઓ પણ વ્યક્ત કરી છે.

તારીખ 25 અને 26 સપ્ટેમ્બર દરમિયાન હવામાન વિભાગે વરસાદની શક્યતાઓ સાથે એલર્ટ આપ્યું છે. જેમાં 25મી તારીખે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પછી 26મીએ પણ આ જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તારીખોમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતાઓ છે.

નોંધનીય છે કે, હવામાન હવામાનના જાણકાર અને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ સપ્ટેમ્બરના અંતમાં રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની વ્યક્ત કરી હતી.

Whatsapp Group
સબંધિત પોસ્ટ