Vishabd | અશોક પટેલની મોટી આગાહી, અગિયારસમાં વાવણી, જાણો ગુજરાતમાં ચોમાસાને લઈને શું આગાહી કરી અશોક પટેલની મોટી આગાહી, અગિયારસમાં વાવણી, જાણો ગુજરાતમાં ચોમાસાને લઈને શું આગાહી કરી - Vishabd
Vishabd
Whatsapp Group Join
અશોક પટેલની મોટી આગાહી, અગિયારસમાં વાવણી, જાણો ગુજરાતમાં ચોમાસાને લઈને શું આગાહી કરી

અશોક પટેલની મોટી આગાહી, અગિયારસમાં વાવણી, જાણો ગુજરાતમાં ચોમાસાને લઈને શું આગાહી કરી

Team Vishabd by: Akash | 08:31 AM , 04 June, 2022
Whatsapp Group

દેશમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ સોમવારથી ઉપલા લેવલે અસ્થિરતા વાતાવરણ સર્જાશે. તાપમાનનો પારો નીચે આવવા લાગશે અને ભેજનું પ્રમાણ વધારા સાથે બફારો પણ વધવાની આગાહી જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાચો: આગામી 24 કલાકમાં ભારે વરસાદ, વાવાઝોડાની શક્યતા? જાણો શું છે આગાહી

અશોકભાઈ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે, બંગાળની ખાડીની ચોમાસાની પાંખ ૩૧મી મેથી સ્થગિત હતી. તે બે દિવસથી ફરી આગળ ચાલવા લાગી છે. તેને પગલે આજે આસામ મેઘાલય, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. આ સિવાય બંગાળ તથા સિક્કિમના અમુક પહાડી વિસ્તારોમાં પણ ચોમાસાનો પ્રારંભ અથવા તો પ્રવેશ થઇ ગયો છે. ગોવા બોર્ડર તે અટક્યો છે.

મિત્રો ચોમાસુ રેખા અરબી સમુદ્રમાં 15 ડિગ્રી નોર્થ થી ગોવા બોર્ડર ધારવાડ દક્ષિણ કર્ણાટક તમિલનાડુના ભાગોમાંથી પસાર થાય છે. અને ત્યાંથી બંગાળ ની ખાડી થઈ પૂર્વોત્તર રાજ્યો અને કવર કરી સિક્કિમ સુધી પહોંચે છે. ચોમાસુ દક્ષિણ-મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી માં આગળ વધ્યું છે.

આ પણ વાચો: રજનીકાંત લાલાણીની આગાહી, વાવણી આ તારીખે 100%, જાણો શુ કરી આગાહી

સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતને લાગે વળગે છે. ત્યાં સુધી છેલ્લા બે દિવસોથી ગરમીમાં વધારો થયો છે. તાપમાન નોર્મલ કરતા બે ડીગ્રી ઊંચું રહે છે. હાલ નર્મદા તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ જણાઈ છે. તેની સામે 41.5 થી 43 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે.અમદાવાદમાં ૪૩.૨ તાપમાન નોંધાયું છે.

તારીખ 3 થી લઈને 10 જૂન સુધી આગાહી કરતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે 5 જૂન સુધી પવન ફરતા રહેશે દક્ષિણ-પશ્ચિમ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ એમ ત્રણ દિશાના પવન રહે છે. ત્યાર પછી 6 તારીખથી મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ નો પવન ભુકા વાર લાગશે અને તેની ગતિ 20 થી 35 કિલોમીટર ની રહેશે. તારીખ 6 થી તાપમાન પણ નોર્મલ આસપાસ આવી જશે. 5મી જૂન થી બપોર અને સાંજ નો ભેદ વધવા લાગશે એટલે બફારાનું પ્રમાણ વધે જશે. લોકો પરસેવે રેબઝેબ થશે દરિયાઈ પટ્ટીમાં ભેજનું પ્રમાણ વધુ રહેશે.

મિત્રો ૬ જુનથી ઉપલા લેવલે અસ્થિરતા સાતમી જૂને ઉપલા લેવલ ના વાદળો જોવા મળશે. 8મી એ વાદળાની ચાલે આવશે 10 મી સુધીમાં એકાદ-બે દિવસ અમુક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.

આ પણ વાચો: નક્ષત્રો મુજબ અંબાલાલ પટેલની આગાહી, મૃગશીર્ષ નક્ષત્રમાં વાવાઝોડુ? જાણો કેટલો વરસાદ, કઇ તારીખે

Whatsapp Group
સબંધિત પોસ્ટ