રાજ્યમાં ભરઉનાળે ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં એક બાજુ ગરમી વધી રહી છે અને બપોરે આકરો તાપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી સાત દિવસના હવામાન અંગે અપડેટ આપી છે. જેમાં સતત ચાર દિવસ એટલે કે 13થી 16 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
13થી 16 એપ્રિલમાં ભારે વરસાદ
હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા અનુસાર, 3 દિવસ બાદ 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. 13થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે.
તેમના જણાવ્યા અનુસાર, 24 કલાક બાદ ગરમીના પારોમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહી શકે છે. ઉપરાંત રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ, ડીસામાં નોંધાયું હતું. રાજકોટ, ડીસામાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જે તેમણે વરસાદ અંગે પણ સંભાવના વ્યક્ત કરી છે.
આ પણ વાચો : ગુજરાતમાં ફરી માવઠાની આગાહી, અંબાલાલ પટેલે તારીખો સાથે વિસ્તાર વાઈઝ આગાહી કરી
કયા કયા જીલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 13થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.
14 અને 15 તારીખે કયા કયા વરસાદ પડશે?
13થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓ જેમ કે, કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : ઉનાળાની શરૂઆત પહેલા ગુજરાતના હવામાનમાં મોટો પલટો, ચોમાસા જેવો વરસાદ!
16 તારીખની આગાહી
જ્યારે 16 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ વેધર ફોરેકાસ્ટમાં રાજ્યમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.